Home > Know Jainism > પચ્ચક્ખાણ એટલે શું?
Jainonline.org
• 30-Mar-2025
પચ્ચક્ખાણ એટલે શું?
328

પચ્ચક્ખાણ એટલે શું?
`પચ્ચક્ખાણ’ પ્રાકૃત ભાષાનો શબ્દ છે. મૂળ શબ્દ છે ઃ પ્રત્યાખ્યાન. પ્રતિ = સમક્ષ, આખ્યાન = કહેવું. દેવ-ગુરુ સમક્ષ આપણે જે કંઈ વ્રત-નિયમ લેવાની ભાવના વ્યક્ત કરીએ, અને તે ગુરુભગવંત જે સૂત્ર દ્વારા આપણે તે વ્રત-નિયમ આપે તે સૂત્રને પ્રત્યાખ્યાન - પચ્ચક્ખાણ કહેવાય.
પચ્ચક્ખાણ પારવાની વિધિ કઈ?
દરેક પચ્ચક્ખાણ `મુટ્ઠિસહિઅં’ બોલાય છે. તેથી, જમીન/આસન પર બેસીને મુટ્ઠી વાળી 3 નવકાર ગણવાથી પચ્ચક્ખાણ પરાય છે.
પચ્ચક્ખાણ લેવા માટે જેમ સૂત્ર છે, તેમ પચ્ચક્ખાણ પારવાનું પણ સૂત્ર છે. તે સૂત્ર પણ ગોખી લેવું જોઈએ. 1 નવકાર ગણી પચ્ચક્ખાણ પારવાનું સૂત્ર બોલીને પચ્ચક્ખાણ પારવાની વિધિ જાળવવી જોઈએ.
રાત્રિભોજન કરનાર નવકારશી પચ્ચક્ખાણ કરી શકે?
રાત્રિભોજન તો સર્વથા વર્જ્ય જ છે, તેથી સૂર્યાસ્ત થયા બાદ ને સૂર્યોદય થતાં પહેલાં ભોજન-પાણી કરવાના જ નથી.
જેઓ રાત્રિભોજન કરે છે અથવા તો તિવિહારનું પચ્ચક્ખાણ કરી રાત્રે પાણી પીવાની છૂટ રાખે છે, તેમનું નવકારશીનું પચ્ચક્ખાણ શુદ્ધ રહેતું નથી.
છતાં, `રાત્રિભોજન કરનાર નવકારશીનું પચ્ચક્ખાણ ના કરી શકે’ તેવો આગ્રહ વર્તમાન સમયમાં રખાતો નથી.
વર્તમાન સામાચારી/પરંપરા મુજબ રાત્રે 12 વાગ્યા સુધી ભોજન કરનાર વ્યક્તિ સવારે નવકારશી વિ.નું પચ્ચક્ખાણ લઈ શકે છે.
જે રાત્રે 12 વાગ્યા પછી પણ ભોજન કે પાણી વાપરે છે, તેઓએ સવારે નવકારશી પચ્ચક્ખાણને બદલે મુટ્ઠશી કે ધારણા અભિગ્રહનું પચ્ચક્ખાણ લેવું.
પચ્ચક્ખાણનો અર્થ ઃ
ઉગ્ગએ સૂરે = જ્યારથી સૂર્ય ઊગે ત્યારથી
નમુક્કારસહિઅં = નવકારશી અને
મુટ્ઠિસહિઅં = મુઠશીનું
પચ્ચક્ખામિ = હું પચ્ચક્ખાણ કરું છું
(શેનું પચ્ચક્ખાણ કરવાનું છે. તે જણાવે છે.)
ચઉવિહિં પિ આહારં = ચારેય પ્રકારના આહારનો
અસણં = અશન, પાણં = પાન, ખાઈમં = ખાદામિ, સાઈમં = સ્વાદિમ