Home > Know Jainism > શ્રી ઉમરવાડી પાર્શ્વનાથ
Jainonline.org
• 24-Apr-2025
શ્રી ઉમરવાડી પાર્શ્વનાથ
25

એક નજર ઇતિહાસના પાને....
સોનાની મૂરત કહેવાતા સૂરતની પાસે આજે અનેક ભવ્ય જિનાલયોનો વૈભવ વારસો છે. અહીંના પ્રત્યેક જિનાલયની પાસે પોતાનું આગવું કંઈક વૈવિધ્ય છે. ગોપીપુરાના ઓસવાલ મહોલ્લામાં એક પ્રભાવસંપન્ન પાર્શ્વનાથ બિરાજે છે. ઉમરવાડીમાં બિરાજતા હોવાથી આ પ્રભુજી ઉમરવાડીના નામથી પ્રસિદ્ધિ પામ્યા છે. પરમાત્માના દેહની અનુપમ કાન્તિ અને આટ્ટલાદકતા દર્શકના ચિત્તમાં ભકિતના તરંગો ફેલાવે છે. આ દેરાસર સત્તરમાં સૈકામાં વિદ્યમાન હતું. શ્રી વિનય વિજયજી ઉપાધ્યાયે “સૂર્યપુર ચૈત્યપરિપાટી''માં આ પાર્શ્વનાથની સ્તુતિ કરતાં લખ્યું:-
"પાસ એ પાસે જિણેસર રાજીઉએ
જાસ એ જાસ વિમલજસ રસિકે,
ત્રિભુવનમાં હઈગાજીએ.
પાસ જિણેસર રાજીઉએ
રાજીઉ પાસ જિણંદ જ્યકર અષયસુખ આવાસ એ.
દરિસણઈ જેહાન નાગ પામ્યો નાગરાજ વિલાસ એ;
ઘરણિંદ પદ્માવતી જેહના ચરણ સેવઈ ભાવસ્યું
તસ પાય સુસ્ત તલંઈ રંગઈ વિનયમન સુખ ભરિ વસ્યું"
સં. ૧૬૫૬માં કવિ શ્રી નયસુંદરે રચેલા “શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છંદ'માં આ નામનો ઉલ્લેખ છે. સત્તરમાં સૈકામાં રચાયેલા શ્રી રત્નકુશલ કૃત "શ્રી પાર્શ્વનાથ સંખ્યા સ્તવન”માં પણ આ નામનો ઉલ્લેખ છે. સં. ૧૬૮૯માં મુનિશ્રી ગુણવિજયના શિષ્યે “૧૦૮ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથન સ્તવન"માં ઉમરવાડી પાર્શ્વનાથને પણ વંદના કરી છે. અઢારમા સૈકાના પ્રારંભમાં મહોપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજે રચેલા “સૂર્યપુર ચૈત્યપરિપાટીમાં" તેમણે આ પાર્શ્વપ્રભુનો મહિમા ગાયો છે. સં. ૧૭૪૬માં રચાયેલી શ્રી શીલવિજય કૃત “તીર્થમાલા" માં ઉમરવાડી પાર્શ્વનાથનો ઉલ્લેખ છે. પ્રભુનાં ધામ અનેક શ્રી ઉમરવાડી પાર્શ્વનાથનું આ તીર્થ સૂરતમાં ગોપીપુરાના ઓસવાલ મહોલ્લામાં છે. તે સિવાય આ નામનાં પ્રતિમાજી અન્યત્ર ક્યાંય પ્રાય: બિરાજમાન જણાતા નથી.