Home > Know Jainism > 20 .શ્રી હ્રી◌ઁકાર પાર્શ્વનાથ
Jainonline.org
• 31-May-2025
20 .શ્રી હ્રી◌ઁકાર પાર્શ્વનાથ
700
 
 
							 પ્રથમ નજરે પ્રતિમા દર્શન
અંતરમાં અમીયના મેહ વરસાવતા આ અરિહંત પ્રણવબીજ શ્રીહીકાર આકૃતિથી યુક્ત છે. પરમધ્યેય સાથે પ્રીતિ મંડાવતાં આ પ્રતિમાજી પાષાણનાં છે. આ પ્રભુજી ફણા સહિત પરિકરથી પરિવરેલાં છે. પદ્માસને બિરાજમાન આ પરમાત્મા પરમાહલાદનું કારણ છે. ૧૦ ઈંચ ઊંચાઈ-પહોળાઈ ધરાવતા આ પરમેશ્વરની પૂજના આનંદ ઉપજાવે છે. અંજનવર્ણનાં આ પ્રતિમાજી દર્શકના દિલનું રંજન કરે છે.
અતીતના ઊંડાણમાં એક ડૂબકી—
હી એક મંત્રબીજ છે. તેમાં ચતુર્વિશતિ જિનેશ્વરની સ્થાપના છે. મંત્રશાસ્ત્રમાં ધ્યાન કરવા માટે હીકારના મધ્ય ભાગેથી પાર્શ્વનાથ પ્રભુના ધ્યાનની પદ્ધતિનું વર્ણન આવે છે. આવા પ્રતિમાજી કાળુશીની પોળના શ્રી સંભવનાથ જિનાલયના ભોંયરામાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની બાજુમાં બિરાજમાન છે. “હી.” આકૃતિમાં સ્થાપિત આ પ્રભુજી હીકાર પાર્શ્વનાથ નામથી. પ્રસિંદ્ધ છે.
અમદાવાદના ભરચક વિસ્તારમાં આવેલ કાળુશીની પોળમાં જૈનોનીજ મુખ્યતયા વસ્તી છે. ત્રણ મનોહર જિનાલયો આ પોળમાં વિધમાન છે. મી સંભવનાથજીના ઘુંમટબંધ જિનાલયમાં ઉપર શ્રી શાંતિનાથજી તથા ભોંયરામાં મી ચિંતામણિ પાર્શ્વનાથજી બિરાજમાન છે. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ સ્વામીને ગાદી ઉપર કાયમ રાખી આ ગભારાનો જીર્ણોદ્વાર આ પોળના શ્રી સંઘે વિ.સં. ૨૦૨૦ના માગશર માસમાં શરૂ કર્યો. વિ.સે.૨૦૨૧ના શ્રાવણ સુદ ૧૦ને શુક્રવારે પૂ આગમપ્રજ્ઞ આચાર્ય દેવશ્રી જંબુસૂરીશ્વરજી મ.ના. વરદ હસ્તે પ્રતિષ્ઠા થઈ. મૂળનાયક શ્રી સંભવનાથજી પર સં. ૧૫૨૭નો લેખ છે. તથા ઉપરના ગભારામાં મૂળનાયક શ્રી શાંતિનાથજી પર સં. ૧૬૭૦ નો લેખ ઉત્કીર્ણ છે.
કાળુશીની પોળમાં બીજું શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથનું પ્રાચીન જિનાલય છે.
ત્રીજા જિનાલયના મૂળનાયક પદે શ્રી અજીિતનાથજી બિરાજમાન છે.
પ્રાચીનતાના પુરાવા—
શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં વિવિધ નામોને સૂચવતી પ્રાચીન રચનાઓમાં કયાંય “હીકાર પાર્શ્વનાથ” નામનો ઉલ્લેખ નથી. અમદાવાદનગરની પ્રાચીનતાનો પરિચય આપતાં તથા અમદાવાદના વિવિધ પાર્શ્વનાથ ભગવંતનો ઉલ્લેખ કરતાં અનેક પ્રાચીન પ્રમાણોની નોંધ આ ગ્રન્થમાં અન્યત્ર કરાયેલી છે.
પ્રભુનાં ધામ અનેક —
શ્રી હીકાર પાર્શ્વનાથનું મુખ્ય તીર્થ અમદાવાદ કાળુશીની પોળમાં વિદ્યમાન છે. તદુપરાંત ડુંગરપુરમાં શ્રીયુત ગોરધનદાસજી પટવાના ગૃહમંદિરમાં હીકાર આકૃતિમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ધાતુબિંબ વિદ્યમાન હોવાનો ઉલ્લેખ વાંચ્યો છે. આ પ્રતિમા સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં પૂ. આ શ્રીમહૂિજય સેનસૂરીશ્વરજી મહારાજાના હસ્તે પ્રતિષ્ઠિત થયેલી છે.
પ્રભુનાં ઘામની પિછાણ—
અમદાવાદમાં બિરાજમાન જિનેશ્વર ભગવંતોની અનહદ કૃપાના પ્રતાપે આ શહેરનો ઉત્કર્ષ સતત વર્ધમાન રહયો. ગુજરાતના ખૂણે ખૂણેથી વ્યવસાયાર્થે લોકો અહીં આવીને વસવા લાગ્યા. નગરનો વિસ્તાર થતાં શહેરની બહાર સોસાયટીઓ વસાવીને લોકો વસવા લાગ્યા જૈનો પણ મોટી સંખ્યામાં આ સોસાયટીઓમાં વસે છે. દર્શન પૂજાથી વંચિત ન રહેવાય તે માટે પોતાના બંગલાની સાથે જિનાલયોનાં પણ નિર્માણ કર્યા છે. શહેરના મધ્ય ભાગમાં ભવ્ય પ્રાચીન જિનાલયો શોભે છે. અને શહેરના બહારના ભાગમાં ભવ્ય નૂતન જિનાલયોના નિર્માણ થતાં રહ્યાં છે. આથી અમદાવાદની રોનક વૃદ્ધિ પામી રહી છે. નવરંગપુરા, આંબાવાડી ,જૈનનગર પંકજ સોસાયટી, લક્ષ્મી વર્ધક સોસાયટી, વીતરાગ સોસાયટી. વાસણા વગેરે સ્થળોનાં ભવ્ય જિનાલયો હેરત પમાડે છે.




 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                .webp) 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                 
                                 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                 
                                 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                 
                                .jpg) 
                                .jpg) 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                 
                                 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                 
                                 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp)