હસવું ફરજિયાત નથી! - લર્ન વિથ ફન
Home > Magazine > Gujarati Magazine > Issue : 1 | Jan 2026 > હસવું ફરજિયાત નથી!
હસવું ફરજિયાત નથી!
નટુ નટખટનો આખો દિવસ ખરાબ ગયો.
સાંજ પડી. વિચાર્યું : ‘આજે સવાર-સવારમાં કોનું મોઢું જોયું કે આખો દિવસ ખરાબ ગયો?’
ઘણું વિચાર્યું ત્યારે નટુને યાદ આવ્યું : ‘સવારે ઊઠીને સૌથી પહેલાં અરીસામાં પોતાનું જ મોઢું જોયું હતું !’
- પરમાત્મા મહાવીરસ્વામી કહે છે : ‘બીજો કોઈ આપણું ખરાબ કરી શકે તેમ નથી. આપણું ખરાબ કરનારા આપણે પોતે જ છીએ. પોતાનું જ મોઢું એવું બનાવો કે, સવારે જુઓ ને આખો દિવસ સુધરી જાય !’
* * *
તમારે કેટલા રૂપિયા જોઈએ છે? ભાવ નક્કી છે :
પ્લેન : 2 કરોડ, ટ્રેન : 5 લાખ, પુલ : 2 લાખ, બસ : 1 લાખ...
બસ, હવે તમારે કેવી રીતે અને ક્યાં મરવું? તે જ નક્કી કરવાનું બાકી છે !
- બાળકો ! મોત આવવાનું જ છે. તેનાથી કોઈ જ બચી શકે તેમ નથી. ભવાંતરમાં પૈસો નહીં, પુણ્ય સાથે આવશે.
ભાવ નક્કી જ છે.
પરમાત્માના દર્શનનો વિચાર કરો ને 1 ઉપવાસનું પુણ્ય
1 સામાયિક કરો ને દેવલોકના કરોડો વર્ષોનું પુણ્ય
1 નવકારશી કરો ને નરકના 100 વર્ષ દુઃખ દૂર કરવાનું સામર્થ્ય...
બસ, હવે કેટલું પુણ્ય, કેવી રીતે ભેગું કરવું, તે તમારે નક્કી કરવાનું છે.
મગજને કસવું મરજિયાત છે!
રમુજી જોક્સના માઘ્યમે બાળકોને સુંદર બોધ જેમાંથી મળે છે તેવું સુંદર બાળકો માટેનું દિવાકર મંથલી સંસ્કાર બુક મેગેઝિન ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો...
Additional Info
Number of pages : 20
Weight : 150gms

