વાર્તા - ગુરુની વાત ન માનવાનું પરિણામ
Home > Magazine > Gujarati Magazine > Issue : 7 | July 2025 > વાર્તા

વ્રત - વાર્તા
પરમાત્મા મહાવીરસ્વામીના જ શાસનમાં થયેલ આ પ્રસંગ છે.
એક આચાર્યભગવંત વિશાળ શિષ્યસમુદાય સાથે વિચરી રહ્યા છે.
તેમાં એક શિષ્યનું નામ છે : શિવભૂતિ.
એકવાર બન્યું એવું કે એક નગરના રાજાએ મુનિ શિવભૂતિને રત્નકંબલ નામની શાલ વહોરાવી. તે શાલની કિંમત હતી 1 લાખ સોનામહોર.
આવી મોંઘી શાલ પર શિવભૂતિને ખૂબ જ મમત્વ થઈ ગયું. એ તેને સાચવીને - બધાની નજરથી ચૂકાવીને રાખવા લાગ્યા. તે ચોરી ના થઈ જાય, તેની તેમને સતત ચિંતા રહેતી.
આ જોઈને ગુરુએ કહ્યું : ‘શિવભૂતિ! આવી મોંઘી વસ્તુ સાધુએ ના રખાય.’
પણ, શિવભૂતિને રત્નકંબલ એટલી બધી પસંદ હતી, કે તેમણે ગુરુની વાત ન માની.
એકવાર શિવભૂતિ ક્યાંક બહાર ગયા હતા, ત્યારે લાગ જોઈને ગુરુએ રત્નકંબલના ટુકડા કરી ફાડી નાખી. જેથી, શિવભૂતિના રાગનું કારણ જ ના રહે!
શિવભૂતિ જ્યારે આવ્યા, ત્યારે રત્નકંબલના ટુકડા જોઈ ગુસ્સે ભરાયા, પણ ગુરુની સામે કંઈ બોલી શક્યા નહીં.
ગુરુ પાસે શાસ્ત્રોનો અભ્યાસ કરતી વખતે ‘જિનકલ્પ’ની વાત આવી, ત્યારે શિવભૂતિએ ગુરુને દલીલ કરી : ‘રાગ, મમતા ને મોહ તો રત્નકંબલ પર જ થાય, તેવું થોડું છે? તે તો સાથે રાખેલ કોઈ પણ વસ્તુ પર થઈ શકે છે. તેથી હકીકતે તો રત્નકંબલ જ નહીં, એકે ય વસ્ત્ર ના રાખવું જોઈએ. કારણ કે રત્નકંબલની જેમ જ કોઈપણ કપડા પર રાગ થઈ શકે છે.’
ગુરુએ શિવભૂતિને ખૂબ સમજાવ્યા, કે રત્નકંબલ ‘લક્ઝરી’ છે, કપડા ‘નેસેસરી’ છે. પણ ગુરુની વાત સમજે તો શિવભૂતિ શાના?
તેઓ તો તરત જ બધા જ વસ્ત્રોનો ત્યાગ કરી ચાલી નીકળ્યા. નવો મત ચાલુ કર્યો. તે નવો મત એટલે જ દિગંબર!
ગુરુએ રત્નકંબલ રાખવાની ના પાડી છતાં રાખી, તે ગુરુ અદત્ત!
ગુરુ અદત્તનું પરિણામ જોયું ને? પોતાનો અલગ જ મત ચલાવ્યો!
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms