9 આયંબિલ નવપદના - નવપદની આરાધનાના પ્રતાપે ઉંબરરાણાનો કોઢ રોગ નાશ પામે છે ને સુવર્ણ જેવું તેજસ્વી રૂપ મળે છે.
Home > Magazine > Gujarati Magazine > Issue : 9 | Sep 2025 > 9 આયંબિલ નવપદના
9 આયંબિલ નવપદના
બાળકો!
20મા તીર્થંકર મુનિસુવ્રત સ્વામીનું શાસન ચાલતું હતું, તે સમયની વાત છે.
ક્રોધે ભરાયેલા રાજા પ્રજાપતિ પોતાની દીકરી મયણાસુંદરીના લગ્ન ઉંબરરાણા નામના એક કોઢિયાની સાથે કરાવી દે છે. આખા નગરમાં લોકો જૈનધર્મની હાંસી ઉડાવે છે.
બીજા દિવસે સવારે મયણાસુંદરી પોતાના પતિ ઉંબરરાણાને લઈને જિનાલય જાય છે. આદીશ્વર પરમાત્માની પૂજા કરે છે.
ત્યારબાદ, ઉપાશ્રય જાય છે. ત્યાં બિરાજમાન પૂ. આચાર્ય શ્રી મુનિચંદ્રસૂરિને વંદન કરે છે અને કહે છે : ‘મારા પતિ ઉંબરરાણાને કોઢ રોગ થયો છે. પણ મને તે વાતનું દુઃખ નથી. દુઃખ તો નગરના લોકો જૈનધર્મની મજાક કરે છે, તેનું છે.
આપ કોઈ રસ્તો બતાવો ને ધર્મની હાંસી-મજાક ના થાય, તેવું કરો.’
પૂ. મુનિચન્દ્રસૂરિ મ. ઉંબરરાણાને નવપદની આરાધના બતાવે છે, સાથે 9 આયંબિલનો તપ કરવાનું કહે છે.
આયંબિલનો તપ અને વિધિપૂર્વક નવપદની આરાધનાના પ્રતાપે ઉંબરરાણાનો કોઢ રોગ નાશ પામે છે ને સુવર્ણ જેવું તેજસ્વી રૂપ મળે છે.
તે ઉંબરરાણા એટલે જ શ્રીપાળરાજા.
બાળકો!
નવપદની ઓળી આ મહિને આવી રહી છે. આસો સુદ-7, 29/9/2025, સોમવારથી ઓળીનો પ્રારંભ થશે.
તમે કમ-સે-કમ 1 આયંબિલ તો કરશો ને?
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms

