1. વિમલગિરિ - શત્રુંજય તારા નામ છે અનેક
Home > Magazine > Gujarati Magazine > > 1. વિમલગિરિ
શત્રુંજય તારા નામ છે અનેક...
1. વિમલગિરિ
પદ્મપુર નામના નગરમાં મદનદેવ નામનો રાજા છે અને પ્રેમવતી નામની રાણી છે.
રાજા અને રાણીને એક દેવકુમાર જેવો નાનો પુત્ર છે : સૂર !
મદનદેવ રાજા જ્યારે દીક્ષા લે છે, ત્યારે પોતાના પુત્ર રાજકુમાર સૂરને રાજ્યગાદી સોંપે છે. સૂર હવે રાજકુમારમાંથી રાજા બને છે. સત્તા અને સંપત્તિ હાથમાં આવી જતાં રાજા સૂર પોતાના સંસ્કારો ભૂલી જાય છે.
હવે રાજા સૂર દારૂ પણ પીવે છે, જુગાર પણ રમે છે, જંગલમાં જઈ નિર્દોષ પશુઓનો શિકાર પણ કરે છે. અરે ! પોતાના રાજ્યની પ્રજાને પણ હેરાન કરવામાં તેને મજા આવે છે.
એકવાર સૂરરાજા જંગલમાં શિકાર કરવા જાય છે. જંગલી ભૂંડનો શિકાર કરવા જાય છે, પણ આ શક્તિશાળી ભૂંડ રાજા પર હુમલો કરે છે અને પોતાના તીક્ષ્ણ દાંતથી રાજાને ઘાયલ કરે છે. ભૂંડના દાંતના ‘ઘા’થી રાજાને ઇન્ફેક્શન થાય છે. કોઢનો રોગ થાય છે.
રાજા નગરીમાં આવે છે. વૈદ્યો બોલાવી દવા કરાવે છે.
પણ... જેમ-જેમ દવા-ઉપચાર કરે છે, તેમ-તેમ રોગ ઘટવાની જગ્યાએ વધતો જાય છે.
હવે સૂરરાજા આ રોગના દુઃખને સહન કરી શકતો નથી અને રોગ મટતો પણ નથી. તેથી આ રોગ અને દુઃખથી છૂટવા માટે સ્મશાનમાં જાય છે અને આગ જલાવી તેમાં બળી મરવાની તૈયારી કરે છે.
ત્યારે જ...
શત્રુંજય ગિરિરાજના કુલ 21 નામની પાછળની અદભુત કથાઓ દિવાકર સંસ્કાર બુકના દરેક એક એક બુકમાં આવી રહી છે વાર્તાના માધ્યમે શત્રુંજયના ગૌરવભર્યા ઇતિહાસને બાળકો સુધી પહોંચાડીએ...
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms

