ચૌદમા શ્રી અનંતનાથ - ચમત્કાર! સામે જાણે કે અનંત સૈનિકો હતા છતાં, અને પોતાની પાસે થોડા સૈનિકો હોવા છતાં સિંહસેન રાજા યુદ્ધ જીતી જાય છે. વિજયી બને છે.
Home > Magazine > Gujarati Magazine > > ચૌદમા શ્રી અનંતનાથ
ચૌદમા શ્રી અનંતનાથ
ચૌદમા તીર્થંકરનો આત્મા જ્યારે માતા સુજશાની કુક્ષિમાં હોય છે, ત્યારે પિતા સિંહસેનને પણ એક ચમત્કારનો અનુભવ થાય છે.
બને છે એવું કે, શત્રુ રાજા પોતાની વિરાટ સેના સાથે અયોધ્યા પર આક્રમણ કરે છે. રાજા સિંહસેન પણ શૂરવીર છે. તેઓ શત્રુસૈન્ય સાથે લડાઈ કરવા જાય છે.
પણ આ શું? સામે ઊભેલી શત્રુ સેનામાં સૈનિકોની સંખ્યા એટલી બધી છે કે ગણ્યા ગણાય નહીં! સમજો ને કે ‘અનંત’ છે! અને સિંહસેન રાજાની સેના તો ઘણી નાની છે. આ યુદ્ધ જીતવું શી રીતે?
પણ ચમત્કાર! સામે જાણે કે અનંત સૈનિકો હતા છતાં, અને પોતાની પાસે થોડા સૈનિકો હોવા છતાં સિંહસેન રાજા યુદ્ધ જીતી જાય છે. વિજયી બને છે.
શુભ દિવસે ને શુભ પળે માતા સુજશા તેજસ્વી પુત્રરત્નને જન્મ આપે છે.
જ્યારે તે પુત્રરત્નનો નામકરણનો દિવસ આવે છે,
ત્યારે માતા સુજશા રત્નમાળાના સ્વપ્નને યાદ કરી, નામ પાડે છે : ‘અનંત’.
અને પિતા સિંહસેન ‘અનંત સૈનિકો પર જીત’ને યાદ કરી, નામ પાડે છે : ‘અનંતજિત’.
સહુ બોલી ઊઠે છે :
બોલો, શ્રી અનંતનાથ ભગવાન કી જય!
દરેક તીર્થંકર પરમાત્માના નામકરણ ની પાછળ એક અદભુત ઇતિહાસ છુપાયેલો છે જે દીવાકર મંથલી સંસ્કાર બુકના માધ્યમે બાળકોને બાળકોની ભાષામાં સમજાવાય છે..
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms

