Home > Know Jainism > પેથડશાહે પાપ પશ્ચાત્તાપમાં શું શું જોયું?
Acharya shree Bhuvanbhanu suriji Maharaj Saheb
• 12-Jul-2026
પેથડશાહે પાપ પશ્ચાત્તાપમાં શું શું જોયું?
26
(૧) પુણ્ય હશે તો ધન તો બીજા સદ્ ઉપાયે પણ મળી રહેશે.
(૨) આવા અનિચ્છનીય ઉપાયમાં તો ધનના લોભની હદ નહિ રહે, તેથી મનની ભૂખ વધતી જશે.
(૩) અતિ લોભ એ સર્વ ગુણનો નાશ કરશે.
(૪) લોભથી બીજા સેંકડો પાપકૃત્ય ઊભાં થશે.
(૫) અઢળક વનસ્પતિ સંહારમાં એ જીવો પ્રત્યે નિર્દયતા પોષી.
(૬) એવી નિર્દયતામાં શ્રાવકપણાનું દયાળુ દિલ નષ્ટ કર્યું.
(૭) એના ધનલાભમાં જ્યારે જ્યારે રાજીપો તથા સાહ્યબીની રક્ષા અને ભોગવટો, ત્યારે ત્યારે એ જીવસંહારની અનુમોદનાએ નવાં નવાં પાપકર્મોનો બંધ. અને નિર્દયતાના કુસંસ્કારની વૃદ્ધિ.
(૮) એવા અસદ્ ઉપાયે પૈસા મળે ત્યાં પાપાનુબંધી પુણ્યનો-ભોગવટો. એથી નકરું પુણ્ય વેચી નકરાં પાપની ખરીદી.
આવા કેટલાય અનર્થ પેથડશાહે જોયા. એ સઘળા અનર્થોનું મૂળ 'લોભ.' એવા લોભસહિત અનર્થોને હટાવવા પેથડશાહે એક જ ઉપાય જોયો અને તે પ્રતિજ્ઞા કે, ‘આવો સુવર્ણરસ ન ખપે.'

