Home > Know Jainism > નવપદ દિવસ - 1 : શ્રી અરિહંત પદ
નવપદ દિવસ - 1 : શ્રી અરિહંત પદ
3
શ્રી અરિહંત પદ (વર્ણ: સફેદ | ગુણ: 12)
અરિહંત શબ્દનો અર્થ : અરિ = શત્રુ • હંત = હણનાર
છ આંતરંગ ભાવશત્રુઓને હણનારને અરિહંત કહેવાય છે.
અરિહંત પરમાત્માના 6 આંતરંગ શત્રુઓ
1) ઇન્દ્રિયો 2) વિષયો 3) કષાયો 4) પરિષહો 5) વેદનાઓ 6) ઉપસર્ગો
અરિહંત પરમાત્માના 12 ગુણો
આઠ મહાપ્રાતિહાર્યો
1. અશોકવૃક્ષ : દેવોએ રચેલું પ્રભુના શરીરથી બાર ગણું મોટું વૃક્ષ હોય છે.
2. સુર પુષ્પવૃષ્ટિ : દેવોએ ભગવંતના સમોવસરણમાં ફૂલોની વૃષ્ટિ કરે છે. ભગવંતના માહાત્મ્યથી પુષ્પોના જીવોને દુઃખ થતું નથી.
3. દિવ્યધ્વની : ભગવંતની વાણીમાં સુર પૂરનાર સુંદર ધ્વનિ દેવો વગાડે છે.
4. ચામર : બંને બાજુ દેવો સુંદર ચામર વીંઝે છે.
5. સિંહાસન : ભગવંતને બેસવા માટે દેવોનું રચેલું સુંદર સિંહાસન હોય છે.
6. ભામંડળ : ભગવંતના શરીરની પાછળ તેજના પુંજરૂપ ભામંડળ હોય છે.
7. દેવદુંદુભિ : દેવો ભવ્ય જીવોને ધર્મોપદેશ સાંભળવા માટે આવવા સારું દુંદુભિ વગાડે છે.
8. છત્રત્રય : ભગવંતના મસ્તક ઉપર ત્રણ લોકનું સ્વામિત્વ સુચવનારા ઉપરાછાપરી ત્રણ છત્રો હોય છે
ચાર અતિશયો
1. જ્ઞાનાતિશય : ભગવંતોનું અનંતુ જ્ઞાન હોય છે. સંપૂર્ણ જ્ઞાન હોય છે.
2. પૂજાતિશય : ભગવંતો ત્રણે જગતને પૂજનીય છે. સર્વોત્તમ છે માટે.
3. વચનાતિશય : ભગવંતોની વાણી અપૂર્વ પાંત્રીસ ગુણોથી ભરેલી હોય છે.
4. અપાયાપગમાતિશય : પૂર્વે થયેલા અને હાલ થતા શારીરિક તમામ રોગો તથા રાગાદિ ભાવ દુઃખો જેમના નાશ પામી ગયા છે તેવાં...
શ્રી અરિહંત પરમાત્માનું શારીરિક બળ કેટલું?
તીર્થંકર પરમાત્મા અનંતબળી હોય છે. પણ તે આપણી વચ્ચે જ જીવતાં પશુ-પ્રાણી અને વ્યક્તિઓના બળની સરખામણી જોઈએ.
12 યોદ્ધાઓ = 1 સાંઢ (બળદ)
10 સાંઢો = 1 ઘોડો
10 ઘોડાઓ = 1 ભેંસ
15 ભેંસો = 1 હાથી
500 હાથીઓ = 1 કેસરી સિંહ
2000 કેસરી સિંહ = 1 અષ્ટાપદ પ્રાણી
10 લાખ અષ્ટપદ = 1 બલદેવ
2 બલદેવ = 1 વાસુદેવ
2 વાસુદેવ = 1 ચક્રવર્તી
1 લાખ ચક્રવર્તી = 1 નાગેન્દ્ર
1 કરોડ નાગેન્દ્ર = 1 ઈન્દ્ર
અસંખ્ય ઈન્દ્રોમાં જેટલું બળ હોય છે, તેની તુલના તીર્થંકર પરમાત્માની ટચલી (કનિષ્કા) આંગળી સાથે પણ ન કરી શકાય.
♦️ નવપદ special children story books ♦️ (પ્રભાવના આપવા માટે best option)
જિનશાસનના મહાપુરુષોના પ્રેરણાત્મક જીવન ચરિત્રની
Multi colour pictorial story books
જેમાં અન્ય પ્રેરણાઓની સાથે આપને આયંબિલનો મહિમા જાણવા અને કરવાની પણ પ્રેરણા મળશે
જે આપના બાળકોના જીવનમાં અદભૂત સંસ્કારનું સિંચન કરશે....
ઓર્ડર કરવા just call 9586123446 or click below
https://jainonline.org/buyonline.asp?category=Book&subcategory=Children%20Stories

