Home > Know Jainism > નવપદ દિવસ - 2 : શ્રી સિદ્ધ પદ
નવપદ દિવસ - 2 : શ્રી સિદ્ધ પદ
3
શ્રી સિદ્ધ પદ (વર્ણ : લાલ | ગુણ : 08)
આઠ કર્મોનો ક્ષય કરીને સિદ્ધિપદ - મોક્ષપદ મેળવનારને સિદ્ધ ભગવંત કહેવાય.
એક જીવ સિદ્ધ થાય, ત્યારે નિગોદમાં રહેલો એક જીવ વ્યવહાર રાશિમાં આવે છે. તેમાં શ્રી સિદ્ધ ભગવંતોનો મહાન ઉપકાર છે.
1. જ્ઞાનાવરણીય કર્મ ક્ષય થવાથી - અનંતજ્ઞાન ગુણ પ્રાપ્ત થાય.
કર્મ કેવું ? આંખે પાટા જેવું.
આપણી આંખો પર પાટો બાંધેલો હોય તો શું આપણે કંઈ જોઈ શકીએ ? ના જોઈ શકીએ...
બસ તે જ રીતે, આત્મા પર જ્ઞાનાવરણીય કર્મનું આવરણ (પાટો) હોવાથી આપણને સ્પષ્ટ જ્ઞાન ન થાય.
2. દર્શનાવરણીય કર્મ ક્ષય કરવાથી - અનંતદર્શન ગુણ પ્રગટ થાય.
કર્મ કેવું ? ચોકીદાર જેવું.
કોઈ રાજાને મળવા જવું હોય અને ત્યાં ગેટ પર બોડીગાર્ડ આપણને રોકી દે તો શું આપણે રાજાને મળી શકીએ ખરા ? ન મળી શકીએ.
બસ તે જ રીતે, દર્શનાવરણીય કર્મના કારણે વસ્તુનું સામાન્ય જ્ઞાન થઈ શકતું નથી.
3. વેદનીય કર્મ ક્ષય થવાથી - અવ્યાબાધ સુખ ગુણ પ્રાપ્ત થાય.
કર્મ કેવું ? મધથી લેપાયેલી તલવાર જેવું.
જે રીતે તલવાર પર મધ લગાડેલું હોય અને તે મધ ચાટવાથી પહેલા સારું લાગે અને પછી તલવારની ધાર વાગવાથી જીભ કપાઈ જાય ત્યારે દુઃખ લાગે, તકલીફ થાય, બસ... તે જ પ્રમાણે વેદનીય કર્મના કારણે સુખ અને દુઃખ આ બંને અસર થાય છે.
4. મોહનીય કર્મ ક્ષય થવાથી - અનંતચારિત્ર ગુણ પ્રગટ થાય.
કર્મ કેવું ? શરાબ જેવું.
જે રીતે દારૂ પીધેલ માણસ પોતાનું ભાન ભૂલી જાય છે અને રસ્તામાં ગટર પર ગમે ત્યાં પડી જાય છે. તેવી જ રીતે... મોહનીય કર્મને કારણે બુદ્ધિ નષ્ટ થાય છે અને માણસ સારું...ખરાબ સમજી શકતો નથી.
5. આયુષ્ય કર્મ ક્ષય થવાથી - અક્ષયસ્થિતિ ગુણ પ્રગટ થાય.
કર્મ કેવું ? બેડી જેવું.
જેલમાં રહેલો માણસ હાથમાં અને પગમાં બેડીથી બંધાયેલો હોય છે. શું તે કેદી પોતાની સજાની મુદ્દત પૂરી થાય તે પહેલા જેલમાંથી નીકળી શકે ? એ જ રીતે આયુષ્યકર્મ બેડી જેવું છે. તે પૂરું ન થાય ત્યાં સુધી આત્મા ભવમાં બંધાયેલો રહે છે.
6. નામ કર્મ ક્ષય થવાથી - અરૂપીપણું ગુણ પ્રગટ થાય.
કર્મ કેવું ? ચિત્ર બનાવનાર ચિતારા (પેઈન્ટર જેવું).
જે પ્રમાણે ચિત્રકાર જુદા જુદા રંગબેરંગી ચિત્રો દોરે છે.. તે જ પ્રમાણે આ નામકર્મ આત્માને શરીરની રચના રૂપ રંગ વગેરે આપવાનું કાર્ય કરે છે.
7. ગોત્ર કર્મ ક્ષય થવાથી - અગુરુલધુ ગુણ પ્રગટ થાય.
કર્મ કેવું ? કુંભાર જેવું.
કુંભાર બે જાતના ઘડા આદિ વાસણો બનાવે છે. એક કુંભ સ્થાપના વગેરે સારા કાર્યોમાં વપરાય જ્યારે બીજો દારૂ વગેરે ભરવા માટે વપરાય છે. બસ એ જ પ્રમાણે... જેના લીધે આત્મા ઉચ્ચકુળ કે નીચકુળમાં જન્મે છે તે ગોત્ર કર્મના કારણે.
8. અંતરાય કર્મ ક્ષય થવાથી - અનંતવીર્ય ગુણ પ્રાપ્ત થાય.
કર્મ કેવું ? ખજાનચી જેવું.
રાજા કોઈ વ્યક્તિ પર પ્રસન્ન થઈ તેને ઈનામ આપવા ઈચ્છે, પણ રાજભંડારી તિજોરીમાંથી ઈનામ કાઢે જ નહિં તો ઈનામ મળે ?
ના... બસ આવું જ અંતરાય કર્મનું છે. તે આત્માના દાન-ભોગ-લાભ વિગેરે શક્તિઓનો પ્રગટ થવા દેતું નથી.
♦️ નવપદ special children story books ♦️ (પ્રભાવના આપવા માટે best option)
જિનશાસનના મહાપુરુષોના પ્રેરણાત્મક જીવન ચરિત્રની
Multi colour pictorial story books
જેમાં અન્ય પ્રેરણાઓની સાથે આપને આયંબિલનો મહિમા જાણવા અને કરવાની પણ પ્રેરણા મળશે
જે આપના બાળકોના જીવનમાં અદભૂત સંસ્કારનું સિંચન કરશે....
ઓર્ડર કરવા just call 9586123446 or click below
https://jainonline.org/buyonline.asp?category=Book&subcategory=Children%20Stories

