Home > Know Jainism > નવપદ દિવસ - 3 : શ્રી આચાર્ય પદ
નવપદ દિવસ - 3 : શ્રી આચાર્ય પદ
2
શ્રી આચાર્ય પદ (વર્ણ : પીળો | ગુણ : 36)
શ્રી અરિહંત પરમાત્માએ મોક્ષની પ્રાપ્તિ માટે જે આચારની પ્રરૂપણા કરી છે, તેનું તેઓ યથાર્થપણે પાલન કરે છે, તથા બીજાઓ પાસે તેનું પાલન કરાવે છે. માટે જ આચાર્ય ભગવંતો માટે કહેવાય છે.... પાળે પળાવે પંચાચાર
પંચિદિય સંવરણો
પાંચ ઈન્દ્રિયોના વિષયોને વશમાં રાખનાર
1) સ્પર્શેન્દ્રિય 2) રસનેન્દ્રિય 3) ધાણેન્દ્રિય 4) ચક્ષુરિન્દ્રિય 5) શ્રોત્રેન્દ્રિય
તહ નવવિહ બંભચેર ગુત્તિધરો
નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિને ધારણ કરનારા
જે રીતે ખેતરમાં પાક ઉગે, તેને કોઈ પશુ વિગેરે ખાઈ ન જાય તે જ રીતે નવ નિયમોની વાડથી સંયમજીવનનું - બ્રહ્મચર્યનું રક્ષણ થાય છે. માટે ખેડૂત વાડ બનાવે છે.
ચઉવ્વિહ કસાય મુક્કો
ચાર પ્રકારના કસાયોથી મુક્ત : ક્રોધ, માન, માયા, લોભ
પંચ મહાવ્વય જુત્તો
પાંચ મહાવ્રતો થી મુક્ત
સર્વ પ્રાણાતિપાત વિરામણ વ્રત : ક્યારેય પણ કોઈ પણ જીવને મારવો નહીં.
સર્વ મૃષાવાદ વિરામણ વ્રત : ક્યારેય પણ જૂઠું, બોલવું નહીં.
સર્વ અદત્તાદાન વિરામણ વ્રત : કોઈએ નહીં આપેલી વસ્તુ લેવી નહીં.
સર્વ મૈથુન વિરામણ વ્રત : પુરુષ સ્ત્રીનો કે સ્ત્રીએ પુરુષનો સ્પર્શ કરવો નહીં.
સર્વ પરિગ્રહ વિરામણ વ્રત : ધર્મ માટે ઉપયોગી ઉપકરણ સિવાય.
પંચવિહાયાર - પાલણ સમત્થો
પાંચ પ્રકારના આચાર પાળવામાં સમર્થ
1) જ્ઞાનાચાર : જે અભ્યાસ કરવાથી આત્માની - ધર્મની જાણકારી મળે તે
2) દર્શનાચાર : દર્શન એટલે સમ્યકત્વ
3) ચારિત્રાચાર : પાંચ પ્રકારના આચાર પાળવામાં સમર્થ
4) તપાચાર : તપાચાર જેનાથી કર્મો તપીને બળીને રાખ થઈ જાય તે
5) વીર્યાચાર : આપણી શારીરિક કે માનસિક શક્તિ તે
પંચ સમિઓ
1) ઈર્યાસમિતિ : સાડા ત્રણ હાથ ભૂમિ જોઈ ચાલવું.
2) ભાષાસમિતિ : હિત, મિત અને પ્રિયનિરવધ વચન બોલવું.
3) એષણાસમિતિ : 42 દોષરહિત ગોચરી ગ્રહણ કરવી.
4) નિકબવણાસમિતિ : વસ્ત્ર, પાત્ર વગેરે લેતાં-મૂકતાં જોવું અને પૂંજવું.
5) પરિષ્ઠાપનિકા સમિતિ : મલ, મૂત્ર, કફ, થૂંક આદિ ત્યાગ કરવા યોગ્ય પદાર્થો જીવ ન હોય તેવી જગ્યાએ વિધિપૂર્વક પરઠવવા.
ત્તિ ગુત્તો
ત્રણ ગુપ્તિ
1) મનોગુપ્તિ : મનને અશુભ વિચારથી અટકાવવું અને શુભ વિચારમાં પ્રવર્તાવવું.
2) વચનગુપ્તિ : સાવધ વચનથી અટકવું અને નિરવધ વચનમાં મુહપત્તિના ઉપયોગપૂર્વક પ્રવૃતિ કરવી તે.
3) કાયગુપ્તિ : 42 દોષ રહિત ગોચરી ગ્રહણ કરવી.
સમિતિ પ્રવૃત્તિરૂપ છે અને ગુપ્તિ પ્રવૃત્તિ - નિવૃત્તિ ઉભય રૂપ છે. તેથી સમિતિમાં ગુપ્તિ નિયમ હોય, જ્યારે ગુપ્તિમાં સમિતિ વિકલ્પે હોય.
♦️ નવપદ special children story books ♦️ (પ્રભાવના આપવા માટે best option)
જિનશાસનના મહાપુરુષોના પ્રેરણાત્મક જીવન ચરિત્રની
Multi colour pictorial story books
જેમાં અન્ય પ્રેરણાઓની સાથે આપને આયંબિલનો મહિમા જાણવા અને કરવાની પણ પ્રેરણા મળશે
જે આપના બાળકોના જીવનમાં અદભૂત સંસ્કારનું સિંચન કરશે....
ઓર્ડર કરવા just call 9586123446 or click below
https://jainonline.org/buyonline.asp?category=Book&subcategory=Children%20Stories

