Home > Know Jainism > શ્રાવકનું દિલ કેવું હોય?
Acharya shree Bhuvanbhanu suriji Maharaj Saheb
• 9-Nov-2026
શ્રાવકનું દિલ કેવું હોય?
11
જુઓ, શ્રાવકપણું કેવું દિલ રખાવે છે?
'શક્ય એટલા હિંસાદિ પાપોનું નિવારણ-પરિહાર કરવા જ જોઈએ. એ શ્રાવકદિલ અનંતા માનવ અવતાર પણ વેડફી નાખ્યા પછી સાચું શ્રાવકપણું મળે છે. એ મેળવીને આવું પાપમાં સંકોચનું દિલ ન બનાવાય તો બચવાનું શી રીતે? જીવન શી રીતે ન વેડફાય?
જો પાપમાં સંકોચ નહિ તો, એની અફસોસી પણ નહિ રહે .
પછી જ્યાં પાપની અફસોસી જ નહિ, ત્યાં એ નિપુરપણે સેવાતા પાપના સંસ્કાર તિર્યંચ જીવનને યોગ્ય જ પડે .
તેથી આ જીવન પૂરું થતાં તિર્યંચના જીવનોની હારમાળા ચાલે એ સ્વાભાવિક છે. શ્રાવકનો અવતાર પામીને આ કમાવાનું? આપણી જીવવાની રીતભાત પરથી માપી શકીએ કે આપણે આપણામાં કેવું સંસ્કરણ કરી રહ્યા છીએ?
જો જીવહિંસામય આરંભ-સમારંભનાં પાપમાં સંકોચ નથી, શક્ય ઓછા કરવાનું નથી, તો હિંસાના સંસ્કાર ગાઢ પડવાના એવું સંસ્કરણ ભવિષ્યમાં કેવો અવતાર આપે?
એમ જૂઠ, અનીતિ, ઈન્દ્રિયોનાં રૂપ-સ્પર્ધાદિ વિષયોનાં સેવન તથા મદ, ઇર્ષ્યા, સાધર્મિક પર અભાવ-તિરસ્કાર વગેરે પાપમાં કોઈ સંકોચ ને સંતાપ નથી, તો એનું સંસ્કરણ પણ ભયંકર થવાનું. ત્યાં શ્રાવકપણાનો વિચાર ક્યાં રહ્યો? ત્યાં શાસન મળ્યું છતાં એની કેવી અવગણના?

